બનાસના પશુપાલકો આનંદો : દાણમાં બોરીદીઠ રૂપિયા ૧૦૦ નો ઘટાડો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : બનાસ ડેરીના સાડા ચાર લાખ દૂધ ઉત્પાદકોને રાહત સમાચાર રૂપે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ દાણમાં બોરીદીઠ રૂપિયા ૧૦૦નો ઘટાડો કરવાની જાહેરાત કરતા પશુપાલકોમાં ખુશાલી વ્યાપી હતી. હવે પ્લાસ્ટિક બેગ રૂપિયા ૧૨૩૦માં અને શણ બેગ રૂપિયા ૧૩૦૦માં મળશે .
વાવ તાલુકાના તીર્થગામ મુકામે વાવ તાલુકાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચેરમેનશ્રીએ પશુપાલકો માટે દાણના ભાવમાં તારીખ ૨૫ ઓગસ્ટથી ઘટાડો કરવાની જાહેરાત કરતા કોરોના મહામારીમાં પણ પશુપાલકોને રાહત સ્વરૂપે મહિને ૯ કરોડ રૂપિયાનો ફાયદો થશે. આ પ્રસંગે તેમણે સમગ્ર જિલ્લાના ગામે ગામ વૃક્ષારોપણ અને જળ સંચયના કામ થકી વધુ વરસાદ આવે અને વરસાદી પાણીનો સંચય કરીને જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સ્થાનિક ડિરેક્ટર ખેમજીભાઈ ચૌધરી, ઈ. મેનેજિંગ ડિરેક્ટર કામરાજભાઈ ચૌધરી, અગ્રણીઓ ગુમાનસિંહ ચૌહાણ, ગજેન્દ્રસિંહ ચૌહાણ, ધનજીભાઈ ગોહિલ, ઉમેદદાન ગઢવી, નાગજીભાઈ પટેલ, રામસેંગજી રાજપુત, રણજીતસિંહ ચૌહાણ, રૂપસિંહભાઈ પટેલ, રૂપસિંહભાઇ ચૌધરી સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.