બનાસકાંઠા જિલ્લામાં બદલાતા માહોલ વચ્ચે ઠંડી માંથી આંશિક રાહત : વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે
પ્રજાજનોને ઠંડીમાંથી રાહત પરંતુ ખેતીના પાકો માટે ફરી જોખમ
આગામી 22 ડિસેમ્બર થી વાતાવરણમાં માં મોટો પલટો આવતાની શક્યતાઓ : હવામાન નિષ્ણાતો ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હાડ થઈ જતી ઠંડી પડી રહી હતી પરંતુ ફરી એકવાર વેસ્ટન ડીસ્ટર્બન્સની અસર ના પગલે વાતાવરણમાં પણ પલટો આવતો જોવા મળી રહ્યો છે અને જેને લઈને દિવસનું મહત્તમ તાપમાન માં પણ વધધટ જોવા મળી રહી છે જેના કારણે ઠંડી માંથી લોકો ને આંશિક રાહત મળી છે.
જોકે હવામાન નિષ્ણાતોના મતે વર્ષના અંતે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના રહેલી છે ત્યારબાદ ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની સંભાવના રહેલી છે. પરંતુ બે દિવસ આકાશમાં આંશિક વાદળો સાથે ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો છે જેને લઇ જીલ્લાના વાસીઓને મોટી રાહત મળી છે જોકે સાંજ ના સમયે ધુમ્મસભર્યા માહોલ સર્જાયો હતો અને પવન ના કારણે લોકો ને સાંજ ના સમયે ઠંડી નો ચમકારો જોવા મળ્યો હતો ઠંડીના પગલે રવિ સીઝન ના પાકોમાં ખૂબ જ અનુકૂળતા જળવાઈ રહી હતી ત્યારે ફરી એકવાર વાતાવરણમાં આવી રહેલા પલટા ના પગલે ખેતીના પાકો માટે પણ ચિંતા ના વાદળો છવાયા છે.
વર્ષના અંતે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે : હવામાન નિષ્ણાતો આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતો ના મતે ડીસેમ્બરના અંત માં પવન ની દીશા બદલાતા વાતાવરણમાં મોટો ફેરફાર આવવા ની શક્યતાઓ રહેલી છે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે.
ડીસામાં ગુરુવારના હવામાનની સ્થિતિ: ડીસા હવામાન વિભાગ માંથી મળતી વિગતો પ્રમાણે ગુરુવારે ડીસા નું મહત્તમ તાપમાન ૨૭.૯ ડીગ્રી રહ્યું હતું જ્યારે લધુત્તમ તાપમાન નો પારો ૧૨.૮ ડીગ્રી નોંધાયો હતો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકે ૫ કિમી રહી હતી.