અંબાજી ખાતે સંસદ ગેનીબેન ઠાકોરે માતાજી ની આરતી ઉતારી નવરાત્રી મહોત્સવ ને ખુલ્લો મુક્યો
મંદિર ના ચાચરચોકમાં બનાસકાંઠા જિલ્લાના કલેકટર તેમજ બનાસકાંઠા કોંગ્રેસના સંસદ ગેનીબેન ઠાકોરે માતાજી ની આરતી ઉતારી, દીપ પ્રાગટ્ય કરી શારદીય નવરાત્રી મહોત્સવ ને ખુલ્લો મુક્યો
શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચરચોકમાં ગરબા રમવા નો આનંદ અનેરો હોય છે. આજે પ્રથમ નવરાત્રી એ બનાસકાંઠા જિલ્લાના કલેકટર મિહિર પટેલ તેમજ બનાસકાંઠા કોંગ્રેસના સંસદ ગેનીબેન ઠાકોરે માતાજી ની આરતી ઉતારી હતી તેમજ સ્ટેજ ઉપર દીપ પ્રાગટ્ય કરી આ નવ દિવસીય શારદીય નવરાત્રી મહોત્સવ ને ખુલ્લો મુક્યો હતો.
નવરાત્રી ના પ્રથમ દિવસે પણ મંદિરનું ચાચરચોક પંચમ ગ્રૂપના સથવારે હિલોળે ચડ્યું હતું ને સ્થાનિક લોકો સહીત બહાર થી આવેલા યાત્રિકો એ પણ ગરબાની મોજ માણી હતી જયારે જયારે મોટી સંખ્યા માં દર્શકો એ પણ ચાચરચોક માં બેસી ગરબા માણ્યા હતા આજે અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવ ખુલ્લું મુકતા જિલ્લા કલેકટરે પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ત્યારે ગેનીબેન ઠાકોરે પણ નવરાત્રી ની શુભેચ્છા પાઠવી હતી એટલુંજ નહિ આ વર્ષે રાજ્ય સરકાર ના મંત્રીઓ દ્વારા ગરબાના સમયમાં કરાયેલા વધારા ને લઇ ઝાટકણી કાઢી હતી ને જણાવ્યું હતું કે ગરબા 12 વાગ્યા સુધી થાય એજ બરોબર હતું અને હવે આ સુધી જે ગરબા રમવાની છૂટ આપી છે તે ગૃહ મંત્રી એ ગૃહ ખાતું કાયદો ને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ ન હોવાનો ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો સાથે આવા ટાઈમ વધારા આપીને યુવાધન અન્ય બદીઓ માં ના આવે તે પણ જોવાની સૌની જવાબદારી હોવા નું કોંગ્રેસના સાંસદ ગેનીબેન એ જણાવ્યુ હતુ.