વાવ સુઇગામ પંથકમાં પંડિત દિન દયાળ આવાસ યોજનામાં ભારે ગેરરીતિ ઓની બુમરાડ
વચેટિયા અને નિરીક્ષક ની મિલી ભગત થી કેસો ની ફાઈલો મજૂર થાય છે: વાવ અને સુઇગામ પંથક માં2010 થી 2023 સુધી થયેલા પંડિત દિન દયાળ ના કેસો ની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયા ની ગેરરીતિ ઓ બહાર આવી શકે તેમ છે. પંડિત દિન દયાળ યોજના શુ છે જે અંગે વિગતવાર માહિતી અનુસાર દરેક તાલુકા વાઇઝ દર વર્ષે તાલુકા વાઇઝ નિમેલા નિરીક્ષક લાભાર્થીઓના ઓન લાઇન કેસો બનાવી જિલા કક્ષા એ મૂકી મંજુર થતા હોય છે.
જેમાં પ્રથમ પસંદગી માં અપંગ વિધવા ગરીબી રેખા હેઠળ જીવતા કાચું મકાન ખુલો પ્લોટ 3એકર થી ઓછી જમીન ધરાવતા લાભરથી ઓ એ પોતાનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ખુલાપ્લોટ ની આકારણી રેશન કાર્ડ બેન્ક ની બુક તેમજ 3 એકર થી ઓછી જમીન ધરાવતા હોય તેવો દાખલો તેમજ ફોટા સાથે ફોર્મ ભરી તલાટી સરપંચ અથવા વહીવટદાર ના સહી સિકા કરાવી ઓનલાઇન ફોર્મ ભરીને મુક્યા બાદ નિરીક્ષક ખુદ જગ્યા નું ઝીઓ ચેકિંગ કરે છે.
ત્યાર બાદ લાભાર્થી ને તમામ હકીકત યોગ્ય જણાય તો પ્રથમ હપ્તા પેટે વર્ક ઓર્ડર સાથે 60000 હજાર બીજા હપ્તા ના 40000 હજાર અને ત્રીજા હપ્તા પેટે 20000 હજાર મળી કુલ રૂપિયા 120000 ની મકાન સહાય મળે છે. પરંતુ આ સહાય માં ગેરરીતિ ઓ કેવી રીતે થાય છે. તે જોઈ એ તો વચેટિયા ઓ ગરીબ લાભાર્થી ઓ ને સાઈડ કરી નિરીક્ષક જોડે મિલી ભગત કરી જે લોકો ના પાસે પાકા મકાનો મોટી જમીન વાહન તેમજ લાખોપતિ છે તેવા લોકો ના ફોર્મ ઓન લાઇન ભરી નિરીક્ષક જોડે મળી કેસો મંજુર કરાવી 50 ટકા રકમ ની ભાગ બટાઈ કરી લે છે. જ્યારે સાચા ગરીબ અપંગ વિધવા નિરાધાર લોકો ને આ યોજના નો પૂરો લાભ પણ મળતો નથી.
આ બાબતે જિલ્લા કલેકટર 2010 થી 2023 સુધી બનેલા પંડિત દિન દયાળ આવાસો ની તપાસ કરે. તો 5 કરોડ થી વધુ રકમ ની ગેરરીતિ બહાર આવી શકે તેમ છે. અમુક લોકો એ એક મકાન ઉપર ત્રણ ત્રણ વખત લાભ લીધો છે. તો અમુકો એ પાકા મકાન ઉપર મકાન બતાવી નાણાં મેળવી લીધા છે તો અમુક લોકો એ મકાનો બનાવ્યા વગર જ નાણાં મેળવી લીધા છે. આ યોજના માં નિરીક્ષકો અને વચેટિયા ઓ લાખોપતિ બની ગયા છે. સાચા લાભાર્થી ઓ વંચીત રહી ગયા છે. જેથી કરીને આ કહેવત આ પંથક માં સાચી પુરવાર થઇ ચુકી છે. નથી. ગરીબો ના કુવા માં તેલ ટીપું ડોયલું. પણ અમીરો ની કબરો ઉપર ઘી ના દિવા થાય છે. સરહદી પંથકમાં સરકારી યોજના નો લાભ સાચા ગરીબ લાભાર્થી ઓ સુધી પહોંચતો નથી વચેટિયા અને અધિકારી ઓ ચાઉં કરી જાય છે. માટે વાવ સુઇગામ પંથકમાં ટુંક સમય માં શરૂ થનાર પંડિત આવાસ યોજના તરફ જિલ્લા કલેકટર લાલ આંખ કરે તેવી ગરીબ સચ્ચા લાભાર્થી ઓ ની માંગ છે.