પાલનપુર સ્વસ્તિક પ્રાથમિક શાળા ખાતે પંચાયતની ચૂંટણી યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન સાળવી પ્રાથમિક શાળા ખાતે બાળકો લોકશાહીનું મહત્વ સમજે એ માટે થઈને શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં લોકશાહીના ગુણોનો વિકાસ થાય અને લોક પ્રતિનિધિત્વ કરી લોકસેવાની ભાવના કેળવાય એવા શુભાશય સાથે આયોજીત શાળા પંચાયતની ચુંટણીમાં ધોરણ 6 થી 8 ના તમામ વર્ગના ચુંટાયેલા વર્ગ પ્રતિનિધિઓમાંથી ચાર ઉમેદવારોએ શાળા પંચાયાતના પ્રમુખ તરીકે પોતાની દાવેદારી નોંધાવી હતી.

જેમાં બેલેટ પેપર,મત કુટીર,ચુંટણી અધિકારી,સુરક્ષા અધિકારી વગેરેની પણ નિમણુંક સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વર્ગ પ્રતિનિધિઓએ પોતાના મત આપ્યા બાદ મત ગણતરી કરવામાં આવી હતી શાળા પંચાયતના પ્રમુખ તરીકે ઉત્પલ પટેલ, ઉપપ્રમુખ તરીકે ભવ્ય પટેલ અને મહિલા પ્રતિનિધિ તરીકે વૃષિ પટેલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિજેતા પ્રતિનિધિઓએ વાજતે ગાજતે સરઘર કાઢી સૌ વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.