ડીસામાં તત્કાલીન પાલીકા પ્રમુખની અનધડ ટી.પી. સ્કીમથી નગરજનો પરેશાન

બનાસકાંઠા
t p paln
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા નગરપાલીકાના આ ટર્મના શાસક પક્ષના પ્રથમ અઢી વર્ષના પ્રમુખ દ્વારા શહેરમાં મોટા મોટા વિકાસ કામો શરૂ કર્યા હોવાની ગુલબાંગો ફુકવામાં આવી હતી. પરંતુ કેટલાક મનઘડન અને નિષ્ણાતોના પુરતા અભિપ્રાય લીધા વગરના અનઘડ આયોજનોના કારણે શહેરની પ્રજા અને મધ્યમ વર્ગની પરેશાની વધી છે. ડીસા નગરપાલીકાના તત્કાલીન પ્રમુખ દ્વારા જાન્યુઆરી-ર૦૧૮માં મોટા ઉપાડે સૌ પ્રથમ ટી.પી. સ્કીમ બનાવવાના મનસુબા સાથે એક ડ્રાફ્ટ તૈયાર કરાવાયો હતો. જેમાં શહેરને ફરતે આવેલી રાજપુર વિસ્તારની જમીનોના ૭૦ થી ૮૦ સર્વે નંબરોને સમાવીને નકશો તૈયાર કરાયો હતો. આ નકશો તૈયાર કરનાર અધિકારીઓ, નગરપાલીકાના પ્રમુખ કે અન્ય કોઈ અનુભવી અધિકારીઓ દ્વારા સ્થળ તપાસણી કર્યા સીવાય માત્ર ટેબલ ઉપર બેસીને દોરી દેવામાં આવ્યા હતાં. જેના કારણે તે વિસ્તારમાં આવેલી કેટલીક વર્ષાે પહેલા બીન ખેતી થઈ ગયેલી જમીનનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. જે જમીનોમાં લગભગ ર૦૦૦ ઉપરાંત પ્રજાજનો પ્લોટ ધરાવે છે અને ૮૦૦ થી ૧૦૦૦ ઉપરાંત મકાનો પણ સદરહુ પ્લોટોમાં બની ગયેલ છે. આવી કોઈપણ બાબતની ખરાઈ કે, સ્થળ ચકાસણી સીવાય આડેધડ ટી.પી. સ્કીમ – ૧ના આયોજનથી આ વિસ્તારમાં પ્લોટ ધરાવતાં મધ્યમ વર્ગના પ્રજાજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. નગરપાલીકાના સત્તાધિશો દ્વારા જાન્યુઆરી-ર૦૧૮માં આ ટી.પી.સ્કીમનો નકશો બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સદરહુ નકશાને સરકારમાં મુકવામાં આવ્યો હતો. આ બંન્ને પ્રક્રિયાઓના વચ્ચેના ભાગરૂપે નગરપાલીકાના સત્તાધિશોએ જમીન ધારકોના વાંધા સુચનો સાંભળવા ટી.પી. સ્કીમમાં આવતા રોડ રસ્તાઓના એલાઈમેન્ટ ચેક કરવા વગેરે કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર આડેધડ પ્રક્રિયાઓ ચાલુ કરી દેવામાં આવી હતી. જાન્યુઆરી – ર૦૧૮થી આજે જુલાઈ-ર૦ર૦ એટલે કે, અઢી વર્ષ ઉપરાંતના સમયગાળાથી આ ટી.પી. સ્કીમ મંજુર કે ના મંજુર ન થઈ હોઈ અધ્ધરતાલ રહેતાં નગરપાલીકામાં પ્લોટ ધારકોને બાંધકામની મંજુરી મળતી નથી. જેના કારણે પ્લોટ ધારકો બાંધકામની કાર્યવાહી કે, લોન વિગેરેમાં અરજી કરવાની કાર્યવાહી કરી શકતા નથી.
નગરપાલીકા દ્વારા અઢી વર્ષ ઉપરાંતના સમયથી આ ટી.પી. સ્કીમ અધ્ધરતાલ રહેતાં ત્યાં પ્લોટ ધરાવતા મધ્યમ વર્ગના પ્રજાજનોનું ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ થઈ શક્યુ નથી. ગુજરાતની ભાજપા સરકાર દરેક મહિને અલગ અલગ શહેરોની ટી.પી. સ્કીમોને મંજુરી આપતી હોય છે. ત્યારે ડીસા તેમજ પાલનપુર શહેરની આવી પી.ટી. સ્કીમો ઘણા લાબાં સમયથી અધ્ધરતાલ છે. તેનો યોગ્ય નિર્ણય કરી અને મધ્યમ વર્ગના પ્રજાજનોની પરેશાની ઓછી કરે તેવો સુર ઉઠવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.