પાલનપુરઃ અજગરનું બચ્ચું જોવા મળતાં તાત્કાલિક પકડી વનવિભાગને સોંપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે પાલનપુર તાલુકાના ગામે અજગરનું બચ્ચું જોવા મળતા ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ મોટી સંખ્યામાં ગામલોકો ઉમટી પડ્યા હતા. આ તરફ ટીઆરબી જવાને રાત્રે જ અજગરના બચ્ચાંને પકડી માનવતા અને પશુપ્રેમ દાખવી ફોરેસ્ટ વિભાગને સોંપ્યુ હતુ. કોરોનાના ત્રાસ વચ્ચે અજગરનું બચ્ચું દેખાતા પંથકમાં ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના પટોસણ ગામે ગત મોડીરાત્રે અજગરનું બચ્ચું જોવા મળ્યું હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે મોડીરાત્રે અચાનક પટોસણ ગામે ગઢ જવાના રસ્તા પર આવેલા સોસાયટીની ખુલ્લી જગ્યામાં અજગરનું બચ્ચું જોવા મળ્યુ હતુ. જેથી સોસાયટી સહીત આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. જ્યાં ટીઆરબી જવાન પ્રકાશભાળ પરમારે રાત્રે જ અજગરના બચ્ચાંને પકડી ફોરેસ્ટ વિભાગને સોંપ્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.