પાલનપુર તાલુકા પોલીસે ગોપાલપુરાના એક રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપી પાડ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગોપાલપુરા ગામમાં એક રહેક મકાનમાંથી પાલનપુર તાલુકા પોલીસે મોટું જુગારધામ ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે ગોપાલપુરા ગામમાં રહેતા એક ઈસમ ના ઘરે રેડ કરતા કુલ 7,61,000 થી વધુ નો રોકડ રકમ ઝડપાઈ આવી હતી. પોલીસે 21 લોકોની અટકાયત કરી કુલ મુદ્દા માલ કબજે લઈ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ગોપાલપુરા ગામના આવેલ રહેણાંક ઘરમાંથી પાલનપુર તાલુકા પોલીસે એક જુગાર ધામ ઝડપી પાડ્યું છે જેમાં 21 જેટલા ઈસમોને ઝડપી પાડી આગળ ની તપાસ હાથ ધરી છે જોકે એ.વી.દેસાઈ પોલિસ ઇન્સ પાલનપુર તાલુકા પોસ્ટેનાઓ સ્ટાફ સાથે પાલનપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમિયાન પોલિસ ઇન્સ એ.વી.દેસાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગોપાલપુરા ગામની સીમમાં રહેતો રાજુભાઈ હેમાભાઇ પરમાર રહે ગોપાલપુરા તાલુકો પાલનપુરો વાળો પોતાના મકાનમાં કેટલાક માણસોને બોલાવી સગવડો પૂરી પાડી ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે એ હકીકત આધારે પાલનપુર તાલુકા પોલીસે રેડ કરતા મકાનમાંથી 21 જણ જુગાર રમતા ઝડપાઈ આવ્યા હતા 7,લાખ 61 હજાર 420 રોકડ અને કુલ 36 લાખ 48 હજાર 420 રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.