પાલનપુર એસ.ટી. ડિવિઝન વર્કશોપ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો
એસ.ટી.વિભાગીય કચેરી તથા મિકેનિકલ કર્મચારીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો
પાલનપુર એસ.ટી. વિભાગિય કચેરી ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં એસ.ટી કર્મચારીઓએ ભાગ લીધો હતો: પાલનપુર એસ.ટી. વિભાગીય કચેરી ખાતે વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના આયોજન થકી ફ્રી મેગા મેડિકલ કેમ્પ તથા ફ્રી દવાઓ અને મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરી, વિભાગીય યાંત્રિક ઇજનેર અંજનાબેન પટેલ, વહીવટી અધિકારી સિંધવ, એકાઉન્ટ ઓફિસર મુકેશભાઈ પારેખ, વિભાગીય સુરક્ષા અધિકારી ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં વહીવટી સ્ટાફ તથા મિકેનિકલ સ્ટાફના કર્મચારીઓએ નિ :શુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.
આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલના ખ્યાતનામ ડૉ .રોનકભાઈ જોશી તરફથી મેડિકલ ચેકઅપ તથા ગણેશ લેબોરેટરી તરફથી તમામ રિપોર્ટ અને ધન્વંતરી હર્બલ અને દવા ઇન્ડિયા મેડિકલ તરફથી ફ્રી દવા આપવામાં આવી હતી. મેડિકલ કેમ્પમાં સુગર, બી.પી, વજન તથા અન્ય રોગોની સારવાર ફ્રીમાં કરવામાં આવી હતી.