પાલનપુરઃ શેલ્ટર હોમમાં રાખેલા લોકોને એસ.ટી બસમાં માદરે વતન મોકલાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, પાલનપુર
અત્યારે સમગ્ર વિશ્વ સહિત ભારત નોવેલ કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝુમી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં ગુજરાતથી રાજસ્થાન તરફ જતા લોકો માટે બનાસકાંઠા જિલ્લાના વિવિધ શેલ્ટર હોમમાં મહેમાનો જેવી સુવિધા અને સરભરા કરવામાં આવી હતી. પાલનપુર નજીક જગાણા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલમાં શ્રમિકો માટે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના જગાણા શેલ્ટર હોમમાં રાજસ્થાન સહિત વિવિધ રાજયના જેટલાં લોકોને રાખવામાં આવ્યા હતાં. એમના માટે વહીવટી તંત્ર દ્વારા પલંગ, ગાદલા, ઓશીકા, ચાદર, ટુવાલ, બ્રશ-ટુથપેસ્ટ, સેનિટાઇઝેશન, માસ્ક, સાબુ સહિત સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે રહેવાની વ્યવસ્થા, બે ટાઇમ મિષ્ટા્ન સહિતના ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શેલ્ટર હોમ રાખેલા લોકોને માદરે વતનમાં જવા બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા ગુજરાતની અમીરગઢ સરહદ સુધી મુકવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકડાઉનની પ્રતિકૂળ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા કરવામાં આવેલ સુંદર વ્યવસ્થાથી ગુજરાતના આતિથ્યભાવથી પ્રરપ્રાંતિયો પ્રભાવિત થયા છે. જગાણા શેલ્ટર હોમમાં લોકડાઉન દરમ્યાન પરિવાર સાથે રોકાણ કરી આજે વતન જવા નીકળેલા રાજસ્થાનના સપનાબેને જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમારા માટે ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમે પરિવારના પાંચ સભ્યો સહિત અમારો ડોગ પણ અમારી સાથે છે. તમામ માટે તંત્રએ ખુબ સરસ વ્યવસ્થા કરી હતી ગુજરાતનો આતિથ્યભાવ અમને કાયમ યાદ રહેશે. તેમણે કહ્યું કે અમારા માટે રહેવા-જમવા સહિતની વ્યવસ્થા સાથે અમારા ડોગ માટે ડોગીફૂડ અને બિસ્કીટની પણ વ્યવસ્થા કરાઇ હતી. તેમણે કહ્યું કે આજે અમે અમારા માદરે વતન જઇ રહ્યા છીએ તેની ખુશી અને આનંદ છે પરંતું આવા સમયમાં અમારા માટે તંત્રએ કરેલી સગવડ કાયમી સંભારણું બની રહેશે.

આ ઉપરાંત આજે રાજસ્થાન જઇ રહેલા લોકોના ચહેરા પર આનંદ સાથે તંત્ર દ્વારા તેમને એક મહિના સુધી રાખી જે સુવિધા અને સરભરા આપવામાં આવી તેનો સંતોષ વર્તાતો હતો. આ પ્રસંગે પાલનપુર મામલતદાર કમલભાઇ ચૌધરી, એકલવ્ય મોડેલ સ્કુલના આચાર્ય સહિત અધિકારીઓ અને આરોગ્યની ટીમ તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.