પાલનપુર પોલીસે એક તસ્કરને ઝડપતા થોકબંધ બાઈક ચોરીના ભેદ ઉકેલાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં વાહનચોરીના વધતા જતા બનાવો વચ્ચે પાલનપુર શહેર પૂર્વ પોલીસે બાતમીના આધારે માધુપુરા રોડ પરથી વોચ ગોઠવી હતી. જેમાં આરોપી મહેશ ચૌધરીને ચોરીના ૯ બાઇક સહિત કુલ રૂ.૨.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે પાલનપુર માધુપુરા રોડ તરફથી આઈ.ટી.આઈ. ડેરી રોડ તરફ પાસે વોચ ગોઠવી હતી. જેમાં આજથી એક મહિના પહેલા બનાસડેરી કેટલ ફિલ્ડની સામે આવેલ ફ્લેટની નીચેથી ચોરીમાં ગયેલ બાઇક સાથે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ કરી હતી. જેમાં ઝડપાયેલા આરોપી મહેશભાઈ વિરસંગભાઈ કેશરભાઈ જાતે.ડેલ (ચૌધરી) ઉ.વ.૩૧ ધંધો.ખેતી રહે.પેપોળ ડેરીની બાજુમાં ડેલવાસ તા.વડગામ જી. બનાસકાઠાવાળા  પાસેથી અલગ અલગ ફૂલ ૦૯ મો.સા. કિ.રૂ. ૨.૨૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.