પાલનપુર પાલિકા બાકીદારો અને દબાણદારો સામે લાલ આંખ કરશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા રીઢા બાકીદારો અને શહેરમાં દબાણ કરતા અને ગંદકી કરી પીવાના પાણીનો બગાડ કરતા વ્યક્તિઓ સામે પાલિકા જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી તેનું પાલન નહી કરનાર સામે દંડ તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ની ચૂંટાયેલી પાંખની મુદ્દત પુરી થતા પાલિકાનો તમામ વહીવટ ચિફ ઓફીસર સતિષ પટેલને સોપવામાં આવ્યો છે. જેના પગલે પાલનપુર ચિફ ઓફીસર દ્વારા પાલિકાનો વેરો ન ભરતા અને પીવાના પાણીનો બગાડ કરતા તેમજ વેપારીઓ દ્વારા પોતાની માલિકી કરતા વધુ જગ્યામાં દબાણ કરતા વ્યક્તિઓ સામે લાલ આંખ કરવામાં
આવી છે.
જેમાં પાલનપુર શહેરમાં જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવશે. અને પાલિકા ના રીઢા બાકીદારોને પાલિકાના બાકી વેરા ભરવા જણાવવામાં આવશે. અને જાે સમય મર્યાદામાં વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેની મિલ્કત સિલ કરી તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. તેમજ શહેરના રહીશો દ્વારા પીવાના પાણીનો બગાડ કરવામાં આવશે. તો તેમની સામે પણ સખ્તાઇ પૂર્વકના પગલા ભરી નળ કનેક્સન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત વેપારીઓ દ્વારા પોતાની જગ્યા બહાર દબાણ કરી વાહન ચાલકો કે રાહ દારીઓને અડચણ ઉભી કરનાર સામે પાલિકા લાલ આંખ કરી દંડાત્મક કાર્યવાહી
કરવામાં આવશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.