પાલનપુર પાલિકાના રૂ. 20 લાખ વરસાદ અને ગટરના પાણીથી પડેલા ખાડાઓમાં ધોવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં મુખ્યમંત્રી આવ્યા અગાઉ મુખ્ય માર્ગોને નવું કલેવર અપાયું હતુ. આંતરિક માર્ગો ઉપર ખાડા- ખરબડીયા જોવા મળી રહ્યા છે. 3 માસ અગાઉ 20 લાખના ખર્ચે બનાવેલો કમાલપુરાથી નાનીબજાર વચ્ચેનો માર્ગ ત્રણ દિવસના ભારે વરસાદ બાદ ગટરનું પાણી ભરાઇ રહેતાં બિસ્માર બન્યો છે.

પાલનપુરમાં ગત સપ્તાહે મુખ્યમંત્રીના આગમન અગાઉ ધનિયાણા ચોકડીથી નગરપાલિકાને સાંકળતા માર્ગને નવું કલેવર અપાયું હતુ. હાઇવે ઉપરના ખાડાઓમાં પણ પેચવર્ક કરાયું હતુ. જોકે, આંતરિક માર્ગો બિસ્માર જોવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા આવા વિસ્તારની મુલાકાત લેતાં નગરસેવક અબરારભાઇ શેખે જણાવ્યું કે, કમાલપુરથી નાની બજાર વચ્ચે ત્રણ માસ અગાઉ જ રૂપિયા 20 લાખના ખર્ચે નવો માર્ગ બનાવવામાં આવ્યો હતો. જે ત્રણ દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે ધોવાઇ ગયો છે. વિધામંદિરના પાછળના દરવાજા વિસ્તારમાં સોનબાગ – ગણેશપુરા માર્ગ ઉપર જતાં વસંતભાઇ ભાટીએ જણાવ્યું કે, ત્રણ દિવસના વરસાદમાં ઘુંટણસુધી પાણી ભરાયા હતા. વિધામંદિરના ગેટ નજીક ઉંઘાડી ગટર જીવલેણ સાબિત થઇ શકે છે.

માવજત હોસ્પિટલથી હરીપૂરા થઈ આરટીઓ જતાં રસ્તા પર પણ ખાડા જોવા મળ્યા હતા. માલણ દરવાજા ચાર રસ્તા થી કમાલપુરા પોલીસ સ્ટેશન આગળ નવા બનાવેલા આરસીસી રોડની કાંકરીઓ પણ ઉખડવા માંડી છે. મહેશભાઇ પરમાર સહિત સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, રોડના કામમાં ઓછો ડામર- સિમેન્ટ વપરાયો હોવાથી તેમજ મોટા ભાગના માર્ગો ઉપર ગટરના પાણી ભરાઈ રહેતા હોવાથી માર્ગો બિસ્માર બની રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.