આજે પાલનપુર પાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર, ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં સત્તાની સાઠમારી વચ્ચે મહિલા પ્રમુખના રાજીનામાં બાદ નવા પ્રમુખની આજે ૧૨મી સપ્ટેમ્બરે ૧૨ વાગે પાલિકાના સભા ખંડમાં ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપ મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ ઢોળશે તે તો જાેવું રહ્યું..! પાલનપુર નગરપાલિકા ના નવા પ્રમુખની ચૂંટણી ૧૨ સપ્ટેમ્બરે ૧૨ વાગે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં નવા મહિલા પ્રમુખની વરણી કરાશે. જાેકે, પ્રમુખ પદને લઈને દાવેદારો દ્વારા છેલ્લી ઘડી સુધી એડી ચોટીનું જાેર લગાવાયું છે. ત્યારે નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને નગરજનોની ઉત્સુકતામાં વધારો થયો છે. જાેકે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ મોવડી મંડળ દ્વારા પ્રમુખની પસંદગી કરાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીએ કોઈ અપસેટ નહિ સર્જાય તો પૂર્વ અને પશ્ચિમમાંથી વિપ્ર સમાજની બે મહિલાઓ વચ્ચેથી પસંદગી કરાય તેવી શક્યતાઓ બળવત્તર બની છે. ત્યારે અનુભવીને તક મળશે કે નવોદિત નગરસેવિકા પાલનપુરના પ્રથમ નાગરિક બનશે તે માટે તો સમયની રાહ જાેવી રહી..!


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.