પાલનપુરમાં સરકારની ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ભંગ કરતા ખાનગી વાહન ચાલકો બેફામ

બનાસકાંઠા
palanpur
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સમગ્ર ગુજરાતમાં અનલોક-૨ ની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને જનજીવન રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે. પરંતુ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવું પણ ફરજિયાત બનાવ્યું છે. સરકારના આદેશ અનુસાર કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સોશિઅલ ડિસ્ટનસ જાળવવુ તેમજ માસ્કનો ઉપયોગ કરવો ફરજીયાત બનાવ્યું છે. જ્યારે અનલોક-૨ માં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઇરસમાં દિન- પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
પાલનપુર અને ડીસામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર અને ડીસામાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા તારીખ ૧૦ જુલાઇથી ૨૦ જુલાઇ સુધી સવારના ૭ થી સાંજના ૪ વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખી બાકીના સમયે સંપૂર્ણપણે લોકડાઉનનો અમલ કરવો તેવું  જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટર્બન્સ અને ફરજિયાત માસ્કનો અમલ કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ એક મીટરનું અંતર રાખવામાં આવે છે. જેથી કોરોના સંક્રમણ વધારો ન થાય તે માટેના તમામ પ્રયાસો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલનપુર ડીસા હાઈવે પર ખાનગી વાહન ચાલકો દ્વારા ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. છતાં ખાનગી વાહન ચાલકોમાં પણ કોઇ જાતનો ડર ન હોય તેમ સરકારની ગાઈડ લાઈનનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.