પાલનપુર એલસીબીએ ઊણ-વાલપુરા રોડેથી ચોરેલા બાઇક સાથે બે ઈસમ ઝડપ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરા
બોર્ડર રેન્જ ભુજ આઈ.જી.પી. જે.આર. મોથલીયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જિલ્લામાં ચોરીના બનાવો બનતા અટકાવવા સારૂ તેમજ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એલ.સી.બી.ના પી. આઇ.એચ પી. પરમાર તથા પી.એસ.આઇ. આર. જી.દેસાઈ. માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પ્રો. એ.એસ.આઇ અલ્પેશભાઈ પો.કો. કિસ્મતજી, દશરથ ભાઇ, અમરસિંહ વિગેરે કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળી તે આધારે થરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય જે ગુનાનો મુદ્દામાલ ભગીરથસિંહ દોલુભા વાઘેલા તથા કરણસિંહ રઘુવીરસિંહ વાઘેલા બંને રહે. ઊણ તા.કાંકરેજવાળા હીરો હોન્ડા કંપનીનું વાદળી પટ્ટાવાળું આગળ પાછળ નંબર વગરનું મોટર સાયકલ ઊણથી વાલપુરા વેચવા માટે જાય છે.

જે હકીકત આધારે ઊણથી વાલપુરા રોડ પરથી ઉપરોક્ત બંનેને મોટર સાયકલ સાથે પકડી પાડેલ અને આ મોટર સાયકલ થરા પ્રગતિ બેંકની ગલીમાંથી ચોરેલાનું ઉપરોક્ત બંને એ કબુલાત કરેલ અને ચોરીમાં ગયેલ હીરો હોન્ડા કંપનીનું મોટર સાયકલ કુલ કી.રૂ.૨૦૦૦૦ નું ગણી સી.આર.પી.સી કલમ મુજબ કબજે કરી થરા પોલીસ સ્ટેશને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.