પાલનપુર પૂર્વ પોલીસે ડીસામાં રેડ કરી ૮ બુટલેગરોને ઝડપી લીધા : ત્રણ ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના શેરી-મહોલ્લાઓમાં ખુલ્લેઆમ દારૂની હોમ ડીલીવરી થતી હોવાની માહિતીના આધારે જિલ્લા પોલીસ વડાના આદેશથી પાલનપુર પોલીસે ડીસા શહેરમાં રેડ કરી વિદેશી દારૂ વેચતા ૮ જેટલા બુટલેગરોને ૩.૭૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ હવાલે કરતા પોલીસઅધિકારીઓ સહિત બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સુચના આધારે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોસાઈ દ્વારા શુક્રવારે રાત્રે આઠેક વાગ્યા ના સમયે ડીસાશહેરના જુદા જુદા વિસ્તારમાં એકટીવા ઉપર વિદેશી દારૂની હોમ ડીલીવરી (હેરાફેરી) કરતાં બુટલેગરો ઉપર છાપો મારી આઠ જેટલાં શખ્સો ને દબોચી લીધા હતાં. જયારે ડીસામાં ખુબ જ મોટા પ્રમાણમાં દારૂનું સપ્લાય કરતો મુખ્ય બુટલેગર અંકુર મોદી પોલીસને જાેઈ ભાગવામાં સફળ રહ્યો હતો. પાલનપુર પોલીસે ડીસા શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચતા શૈલેષ લક્ષ્મીચંદ મોદી (સત્યમસોસાયટી, ડીસા), હિતેશ ગજેન્દ્રભાઈ ઠાકોર (નવાવાસ,ડીસા), અનિલ દયારામભાઈ કહાર (ભોઈવાસ, ડીસા), બેચર સરદારજી ઠાકોર (સદરબજાર ડીસા), વિપુલ જયેશભાઈ મોદી (લાટીબજાર, ડીસા), ગૌરવ જગદીશભાઈ મોદી (શાસ્ત્રીનગર, ડીસા), વિક્રમ ઈશ્વરભાઈ જાેષી (રત્નાકર સોસાયટી, ડીસા), જયેશપુરી ઈશ્વરપુરી ગૌસ્વામી (આકાશવિલા સોસાયટી, ડીસા) ને વિદેશી દારૂ, મોબાઈલ, છ એકટીવા-મોપેડ સહિત ૩.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ડીસા શહેર દક્ષિણ
પોલીસ અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બહારની પોલીસ રેડ કરતા સ્થાનિક પોલીસ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.