પાલનપુર ઇ. આરટીઓ અધિકારી લાંચના છટકામાં સપડાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

દ્વિ ચક્રી વાહનોના રજીસ્ટ્રેશન પેટે રૂ. ૮૩,૨૦૦ માંગ્યા હતા

ઇ. મહિલા અધિકારી વતી લાંચ લેતો ડ્રાઈવર ઝડપાયો

દિવાળી પૂર્વે પાલનપુર આરટીઓ અધિકારી વતી કરાર આધારિત ડ્રાઈવર લાંચ લેતા ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. શો રૂમમાં વેચાણ થયેલા દ્રિચકી વાહનોના ફી ફોર્મનું ઇન્ફેક્શન અને વેરીફાઈ કરવા ઇન્ચાર્જ આરટીઓ મહિલા અધિકારીએ લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોઈ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી પાટણ એસીબી ટીમે વોચ ગોઠવી આરટીઓ અધિકારીના કહેવાથી લાંચ સ્વીકારતા ડ્રાયવરને ઝડપી પાડ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના આરટીઓ અધિકારીનો ચાર્જ હાલ દ્રષ્ટિબેન જયંતીભાઇ પટેલ પાસે છે. જિલ્લામાં દ્વીચક્રી વાહનના શો રૂમમાં વેચાણ થયેલ નવા વાહનોના રજીસ્ટ્રેશનની ફી ઓનલાઇન ભરાતી હોય છે. જોકે દ્રષ્ટિબેને ફરીયાદી પાસે પાલનપુર જીલ્લાના ફોર્મનુ ઇન્સપેક્શન તથા વેરીફાઇ કરાવવાના એક ફોર્મ દીઠ રૂ.૭૫ ની તથા પાટણ જીલ્લાના એક ફોર્મ દીઠ રૂ.૧૦૦ લેખે ગત માસના વેંચાણ થયેલા વાહનના કુલ પેટે રૂ. ૮૩,૨૦૦ ની માંગણી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્રષ્ટિબેને લાંચના નાણાં કરાર આધારિત ડ્રાઇવરની નોકરી કરતા પંકજકુમાર ચૌધરીને આપી દેવાનુ કહેલ. જે બાદમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. મંગળવારે એસીબી બોર્ડર રેન્જના સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ અને પાટણ એસીબી પી. આઈ. જે. પી.સોલંકીએ ટ્રેપ ગોઠવી દ્રષ્ટિબેનના કહ્યા મુજબ લાંચની રકમ રૂ.૮૩,૨૦૦ સ્વીકારતાં ડ્રાઈવર પંકજ ચૌધરીને ઝડપી લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.