પાલનપુર સિટી ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અને ટોઈંગ રોજમદાર રૂ. 300ની લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બાઈકને ટોઈંગ કરી નિયમ મુજબ દંડની વસૂલાત કર્યા વગર ફરજ પરના કર્મચારીઓ રોકડ રકમ લઈ પતાવટ કરતા હોવાનું એસીબીના ધ્યાન પર આવ્યું હતું. આ મામલે એસીબી દ્વારા આજે ડિકોય છટકાનું આયોજન કરી સીટી ટ્રાફિક ટોઈંગ ઈન્ચાર્જ અને ટોઈંગ રોજમદારને ડિકોયર પાસેથી રૂપિયા 300 રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. એસીબીનું ડિકોય છટકું સફળ રહેતા જિલ્લાના અન્ય લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનો હોય તો તેને ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરી નિયમ મુજબ દંડની વસૂલાત કરવાની હોય છે. પરંતુ, બનાસકાંઠા એ.સી.બી. ને માહિતી મળેલ કે, પાલનપુર શહેરમાં અડચણરૂપ વાહનો ટ્રાફિક શાખા દ્વારા વાહન ટોઈંગ કરી પોલીસ હેડ કવાર્ટર ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર રૂપિયા 100/- થી 1000/- સુધીના લાંચના નાણા લઈ વાહન છોડી મૂકતા હોય છે. જે હકીકતની ખરાઈ કરવા ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા ડિકોયર પાસેથી બાઈક છોડવાના અવેજ પેટે રૂપિયા 300/- ની લાંચ લેવા મામલે સીટી ટ્રાફિક ટોઇંગ ઇન્ચાર્જ ( દિલીપભાઈ સોલંકી ) હેડ કોસ્ટેબલ અને ટોઇંગ રોજમદાર નારણભાઈ પરમારને એસીબીએ ઝડપી પાડ્યા હતા. એસીબીએ બંને આરોપીઓને ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.