પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનનો ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા ગેટ ટુ ગેધર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગર પાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળના પ્રમુખ શિવરામભાઈ પટેલ, મહંત શ્રી રાજેન્દ્રાનંદ ગીરી( કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય સંત સભા), ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ ના ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ લુંભાણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર આર.કે.વસાવા, આઈએસઆઈ માર્કા ની હેવી તિજોરી બનાવનાર સ્ટીલેજ કંપનીના ગુજરાત ના હેડ પદમદર સિંહ પરિહાર, ગુજરાત ના ડીલર રામેશ્વર મિશ્રા, નગરપાલિકા ના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, નગર પાલિકાના કારોબારી ચેરમેન પિયુષ ભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેતલબેન રાવલ, કિરણબેન રાવલ ચોકસી એસોસિએશનના પ્રમુખ ભગવાનભાઈ સોની, મંત્રી શૈલેષભાઈ સોની, ઉપપ્રમુખ મુકેશભાઈ મોદી (ચોકસી) સહિત ચોક્સી બજારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ મહંત રાજેન્દ્રાનંદગીરી એ તમામ વેપારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ વચન પાઠવ્યા હતા. તેમજ ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ લુભાણીએ એસોસિયેશનના વેપારીઓ ને વેપાર વિશે જાગૃતતા દાખવવા અનુરોધ કર્યો હતો .જ્યારે હાલમાં થતા સાયબર ક્રાઈમ વિશે જાગૃતતા માટે સાયબર ક્રાઈમના એક્સપર્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાએ તમામ વેપારીઓને સાયબર ક્રાઈમથી કઈ રીતે બચવું અને અગમચેતી રૂપે શું પગલાં લેવા તેની માહિતી પૂરી પાડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.