પાલનપુરમાંથી મળેલી ૧પ દિવસની બાળકીના પ્રકરણમાં આખરે પોલીસને ઇન્કવાયરી સોંપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર: સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરના કુબેરનગરમાં રહેતા એક શખ્સ પાસેથી બે દિવસ અગાઉ ૧૫ દિવસની શંકાસ્પદ બાળકી મળી આવી હતી. જેને ૧૮૧ અભિયમની ટીમ દ્વારા શિશુગૃહમાં મુકવામાં આવી હતી. જોકે, આ બાળકીની તસ્કરી થઈ છે કે સોદા બાજી કરવામાં આવી છે. તે દિશામાં તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી ન હોઈ અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા હતા. આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. અને ગુરૂવારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આ અંગે પોલીસને ઇન્કવાયરી સોંપવામાં આવી હતી. જેના પગલે માનવ તસ્કરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતાઓ છે. પાલનપુરના કુબેરનગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતાં શખ્સે ૧૫ દિવસની બાળકીને છેલ્લા પખવાડિયાથી શંકાસ્પદ રીતે પોતાના ઘરે રાખી હતી. જે બાળકીને અન્ય પરિવારને આપવાની હતી. જોકે, સોમવારે બપોરના સુમારે બાળકીને લેવા આવેલા પરિવારને આ શખ્સે બાળકી આપી ન હતી. આથી પરિવારે ૧૮૧ અભિયમની ટીમને જાણ કરતાં કાઉન્સેલર જીનલબેન પરમારને આ શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાતાં સમગ્ર ઘટનામાં કંઈક અજુગતું થયું હોય તેવું લાગતાં તેની પાસેથી બાળકીનો કબ્જો લઈ ચાઈલ્ડ પ્રોટેક્શન હોમમાં સોંપવામાં આવી હતી. જોકે, આ બાળકીની તસ્કરી થઈ છે કે સોદા બાજી કરવામાં આવી છે. તે દિશામાં તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી ન હોઈ અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા હતા. જોકે, આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. અને ગુરૂવારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આ અંગે પોલીસને ઇન્કવાયરી સોંપવામાં આવી હતી. જેના પગલે માનવ તસ્કરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતાઓ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.