બનાસકાંઠા જિલ્લા ભારે ઉકળાટ વરસાદ પડતાં પાલનપુર -આબુ હાઇવે ઉપર પાણી ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર લાંબા વિરામ બાદ રાત્રીના સમયે વરસાદ શરૂ થયો છે. પાલનપુર, અમીરગઢ, ઈકબાલગઢ, વડગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી છે. પાલનપુર, અમીરગઢ અને વડગામ પંથકમાં વરસાદ પડ્યો છે. બે કલાકમાં અમીરગઢમાં 45 મિમી, પાલનપુરમાં 21 મિમી, વડગામમાં 11 મિમી વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને પગલે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને હજુ પણ કેટલાય ગામડાઓમાં પાણી સુકાયુ નથી.પાલનપુરમાં મોડી રાત્રે પડેલા વરસાદથી પાલનપુર -આબુ હાઇવે ઉપર પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલ બની રહી છે. નેશનલ હાઇવે અને તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી યોગ્ય ન કરવાથી હાઇવે ઉપર વારંવાર ભરાય છે. જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી ઓ વેઠવી પડી રહી છે. હાઇવે ઉપર ભરાતા પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વાહન ચાલકોની માંગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.