ચંડીસર ગામમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

https://youtu.be/IkVbyG_U0XQ
બનાસકાંઠા

ઝાડીઓમાં વૃક્ષ પર લટકતી હાલત માં મૃતદેહ મળી આવતા ચકચાર

પાલનપુર તાલુકાના ચંડીસર ગામની સીમમાં ઝાડીઓમાં એક યુવકનો વૃક્ષ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણ થતાં ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પાલનપુર તાલુકા ના ચંડીસર ગામની સીમમાં પેટ્રોલ પંપ નજીક ઝાડીઓમાં વૃક્ષ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બનાવ અંગે લોકોને જાણ થતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા ગઢ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે, મળી આવેલ મૃતદેહ દિનેશભાઇ ઉર્ફે આશિષ ઈશ્વરભાઈ માજીરાણા નામના યુવાનનો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલમાં આ યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.