પાલનપુર શહેરમાં જાહેરનામાનો ભંગ કરનાર પાસેથી રૂ.૧.૧૨ લાખનો દંડ વસુલાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા લોકડાઉન દરમિયાન જાહેરનામા નો ભંગ કરનાર સામે લાલ આંખ કરી અત્યાર સુધીમાં રૂપિયા ૧.૧૨ લાખનો દંડ ફટકારવામાં આવતા જાહેરનામાનો ભંગ કરનાર વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.
કોરોના વાયરસના કહેરના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતુ. જેમાં જાહેરમાં થુંકવા ઉપર પ્રતિબંધ, સોસીયલ ડીસ્ટન્સ જાળવવુ, જાહેર જગ્યા ઉપર તેમજ દુકાન સંચાલક દ્વારા માસ્ક અવશ્ય પહેરવુ સહીતના કડક નિયમો બનાવવામાં આવ્યા હતા. તેમ છતા કેટલાક વેપારીઓ અને લોકો દ્વારા જાહેર નામાનો ભંગ કરવામાં આવતો હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી.
જેના પગલે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ચિફ ઓફીસર દ્વારા નગરપાલિકાના સેનિટેશન વિભાગને કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જેના પગલે સેનિટેશન સુપરવાઇઝર લાલજીભાઇ સોલંકીના માર્ગદર્શન મુજબ સ્ટાફ દ્વારા લોકડાઉન દરમિયાન રોજે રોજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. અને જાહેરનામાનો ભંગ કરનાર વેપારીઓ પાસથી રૂપિયા ૧,૧૨,૫૦૦નો દંડ ફટકારવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.