પાલનપુરની હોસ્પિટલમાં મહિલા ઉપર દુષ્કૃત્ય આચરાયું હોવાની ચર્ચાએ વેગ પકડ્‌યો

બનાસકાંઠા
rakhewal
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર ખાતે આવેલી એક હોસ્પિટલ માં દાખલ કરેલ એક મહિલા પર હોસ્પિટલના પટાવાળાએ દુષ્કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના હોસ્પિટલના સ્ટાફમાં ચર્ચાની એરણે ચઢી છે. જોકે, હોસ્પિટલના સંચાલકોએ કસૂરવાર સામે પગલાં ભરવાને બદલે બદનામીના ડરથી સમગ્ર ઘટના પર ઢાંકપીછોડો કરવાના કરેલા પ્રયાસ પણ ચર્ચાસ્પદ બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ વચ્ચે શહેરની એક સંસ્થા સંચાલિત હોસ્પિટલમાં સારવાર અર્થે નજીકના ગામડાની મહિલાને દાખલ કરાઈ હતી. જેની ઉપર હોસ્પિટલના પટાવાળાએ દુષ્કૃત્ય કર્યું હોવાની ઘટના શહેરભરમાં ચર્ચાની એરણે ચઢી છે.
આ અંગે જગબત્રીસીએ ચર્ચાતી વાતો મુજબ પાલનપુર નજીકના એક ગામની ૨૯ વર્ષીય મહિલાને એક હોસ્પિટલમાં સંદિગ્ધ બિમારીની સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જેને સારવાર માટે સ્પેશ્યલ રૂમ અપાયો હતો. દરમિયાન તેણીની એકલતાનો લાભ લઇ હોસ્પિટલના પટાવાળાએ તેના ઉપર દુષ્કૃત્ય ગુજાર્યું હતું. જોકે, આ મહિલાએ બુમો પાડતાં ફરજ પરના સ્ટાફે પોતાના મોબાઈલમાં આ ઘટના કેદ કરી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. જોકે, હોસ્પિટલના સંચાલકને મોબાઈલમાં કેદ થયેલ કરતૂતની જાણ થવા છતાં બદનામીની લાજે હોસ્પિટલ ના સંચાલકોએ સમગ્ર ઘટનામાં ગોદડી ગોટે વાળવાનો કરેલા નિર્લજ્જ પ્રયાસ સ્ટાફમાં ચર્ચાસ્પદ બનવાની સાથે સંચાલકોની માનસિકતા સામે સ્ટાફે ફિટકારની લાગણી વરસાવતા સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.