ડીસાની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા 5 દર્દીના મોત થતાં હોબાળો

ગુજરાત
ગુજરાત

ડીસામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ઓક્સિજનની અછત સર્જાતા એક જ હોસ્પિટલમાં 5 ના મોત થયા છે. કોરોનાથી અને ઓક્સિજનની અછત સર્જાતા ગંભીર પરિસ્થિતિ બની ગઈ છે. ગઈકાલે પણ આજ હોસ્પિટલમાંથી 4 લોકોના નિપજ્યા મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તો બીજી તરફ પાલનપુરની ખાનગી કોવિડ હોસ્પિટલમા હોબાળો મચી ગયો હતો. દર્દીનું મોત થતા હોબાળો થયો હતો. હોસ્પિટલના સ્ટાફે મૃતકના સગાને માર માર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ કારણે ડોક્ટર હાઉસમા આવેલી હોસ્પિટલ આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ તબીબે મૃતદેહ પણ ન આપતા હોવાના આક્ષેપ ઉઠ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.