અંબાજીમાં ચાર દિવસમાં ૨૫ લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ માં અંબેના ગોખના ઓનલાઈન દર્શનનો લાભ લીધો

બનાસકાંઠા
ambaji
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું ગઈકાલે ચોથો દિવસ હતો પણ ચાલુ વર્ષે મેળો સરકારે રદ કરતા મંદિર પરીસર સુમસામ જોવા મળી રહ્યુ છે. જોકે અંબાજી મેળા દરમ્યાન આવતા લાખો શ્રદ્ધાળુઓને માતાજી ના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાની વ્યવસ્થા કરી છે પણ મેળાના પ્રથમ દિવસથી લોકોની સુખાકારી અને કોરોનાના વિનાશ માટે મંદિર પરીસરમાં વિસાળ સહસ્ત્ર ચંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે હોમ હવન સતત સાત દિવસ સુધી ચાલશે સાથે વિશ્વના કલ્યાણ અર્થે નિજ મંદિરમાં મંદિરના બ્રાહ્મણો સતત ચંડીપાઠ કરી રહ્યા છે.
અંબાજી મંદિર પરિસરમાં અંબે ના જય અંબે ના નાદ થી ગુંજી ઉઠતુ હતુ ત્યા આજે સમગ્ર મંદિર પરીસર બ્રાહ્મણોના મંત્રોચારથી ગુંજી રહ્યુ છે. અંબાજી મંદિરમાં ગત વર્ષે ભરેલા ભાદરવી પૂનમના મેળામાં મેળાના ચોથા દિવસ સુધીમાં અંબાના દર્શનનો લાભ લીધો હતો.
જોકે ચાલુ વર્ષે મંદિરે કરેલી ઓનલાઈન દર્શન વ્યવસ્થામાં ચાર દિવસમાં ૨૦ લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર પરિસરમાં ચાલી રહેલી વિવિધ ધાર્મિક ક્રિયાઓ સહિત માં ની આરતી અને ગોખના દર્શનનો લાભ લઇ રહ્યા છે. માત્ર ભારત જ નહીં પણ દુનિયાના ૫૦ ઉપરાંત દેશમાં વસતા ભક્તો ઓનલાઇન દર્શનઉનો લાભ લઇ રહ્યા છે.
અંબાજી મંદિરમાં કોઈ મૂર્તિ પૂજા કરાતી નથી પણ યંત્ર સ્વરૂપે પૂજાતા માતાજીના સ્વરૂપને શણગાર કરેલા છે અને આ માતાજીના શણગારનો કોઈપણ ફોટો બજારમાં વેચાતું નથી કે કોઈ શ્રદ્ધાળું માતાજીનો ફોટો પાડી શકતો ન હતો પણ આ કોરોનાની મહામારીને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ કરેલા ર્નિણય મુજબ નિજ મંદિર ગોખના દર્શન પણ ઓનલાઇન કરવામાં આવી રહ્યા છે અને જેનો ભક્તો ભરપૂર લાભ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.