ડીસાની ગુલબાણીનગર સોસાયટીમાં મેડીકલ વેસ્ટ ફેંકવામાં આવતા રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પ્રદુષણ કંટ્રોલ બોર્ડની નિષ્ફળ કામગીરીથી અનેક શહેરોમાં આડેધડ મેડીકલ વેસ્ટ ફેંકવામાં આવતા હોવાની અવારનવાર રાડ ફરિયાદો ઉઠવા પામે છે ત્યારે ડીસાના ભરચક વિસ્તાર એવા ગુલબાણી નગર સોસાયટીના ખુલ્લા મેદાનમાં કોઈ શખ્સ દ્વારા જાહેરમાં દવાઓ ભરેલી બોટલો તથા ટેબલેટનો જથ્થો ફેકી દેવામાં આવ્યો હતો. જેને લઇને તાત્કાલિક અસરથી પ્રદુષણ કંટ્રોલ બોર્ડના જિલ્લા અઘિકારીને ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી પરંતુ જિલ્લા અઘિકારીએ ફોન ઉપાડવાનું પણ ટાળ્યું હતું. જેથી સ્થાનિકો દ્વારા નગર પાલિકાને જાણ કરાતાં સેનેટેશન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ટીમ મોકલીને મેડીકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિક રહીશોએ શહેરમાં મેડીકલ સંચાલકો બેફામ બન્યા છે અને શહેરમાં ઠેરઠેર મેડીકલ વેસ્ટ ફેંકીને મેડીકલ નિયમોના ધજીયા ઉડાવી રહ્યા હોવાનો બળાપો ઠાલવ્યો હતો. ગુલબાણી નગર સોસાયટીના ખુલ્લા મેદાનમાં કોઈ શખ્સ દ્વારા મેડીકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી મેડીકલ વેસ્ટ ઉઠાવી નિકાલ કરવામાં આવતાં નગર પાલિકાની કામગીરીને બિરદાવી હતી જો કે શહેરમાં ઠેરઠેર મેડીકલ વેસ્ટ ફેકાઈ રહ્યો છે તેમછતાં પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અઘિકારી ફોન ઉપાડવાનું પણ ટાળી રહ્યા છે. જેનાથી બોર્ડની કામગીરી નિષ્ફળ હોવાનું પણ સાબિત થઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.