થરાદમાં આખલા પર એસિડ નાખવામાં આવતાં આક્રોશ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ
ગંભીર રીતે ઘવાયેલા પશુની જીવદયાપ્રેમીઓ દ્વારા સારવાર
થરાદ નગરમાં ફરતાં એક આખલા પર કોઈ પશુ જેવી માનસિકતા ધરાવતા શખસ દ્વારા એસીડ નાંખીને તેની ચામડી બાળી નાખવાની ગંભીર ઇજા પહોંચાડવામાં આવતાં અરેરાટી મચી જવા પામી હતી. થાણાશેરીના જીવદયાપ્રેમીઓ તેની બે દિવસથી સારવાર કરાવી રહ્યા છે.
થરાદના મહાલક્ષ્મી વિસ્તારમાં રવિવારે શનિવારે આજુબાજુના રહીશોની નજરમાં એક ઇજાગ્રસ્તના અખલો ચડ્યો હતો. જેના પર કોઈ નરાધમ દ્વારા એસિડ નાખીને ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી. ચામડી બળવાાથી ઈજાના કારણે કણસતા આખલાને જાેઇને મહાલક્ષ્મી મંદીર પાસે રહેતા થાણાશેરીના રાજુભાઈ દવે, દશરથભાઈ માળી અને દશરથ દરજીએ માનવતાથી પ્રેરાઇને નગરની જલારામ ગૌ સેવા એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આથી દોડી આવેલા એમ્બ્યુલન્સના ડોક્ટર સાથેની ટીમ દ્વારા આખલાની સારવાર હાથ ધરવામાં આવી હતી. થરાદ નગરમાં પશુઓ પર અત્યાચારના બનાવો અવારનવાર બનતા હોય છે. ત્યારે આ આખલા પર એસિડ નાખીને તેને વેદના પહોંચાડવાનું પશુસમાન કૃત્ય કરનાર સામે જીવદયાપ્રેમીઓમાં આક્રોશ સાથે ફિટકારની લાગણી પ્રસરી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.