પાલનપુરની સ્વસ્તિક ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ ખાતે વાલી રમતોત્સવનું આયોજન

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરની શૈક્ષણિક સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડીયમ સ્કુલ દ્વારા વાલી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.રમતગમત આપણી શારીરિક શક્તિનો વિકાસ કરે છે અને શરીરને ફિટ રાખે છે, સાથે વ્યક્તિત્વ નિર્માણ, નેતૃત્વ કુશળતા વિકસાવવામાં અને લક્ષ્ય નિર્ધારિત કરવાની ક્ષમતામાં સુધારવામાં મદદ કરે છે. જે વ્યક્તિ રમત-ગમતની પ્રવૃત્તિમાં નિયમિતપણે વધુ વ્યસ્ત રહે છે તે આપમેળે આત્મગૌરવ વધારે છે રમતગમત સામાજીક મૂલ્યો, નીતિશાસ્ત્ર, શિસ્ત, જવાબદારી શીખવા અને પરસ્પર વિશ્વાસ અને આત્મવિશ્વાસની ભાવના પણ વિકસાવે છે. બાળકો સહિત વાલીઓમાં પણ રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય એવા શુભાશય સાથે પાલનપુરની શૈક્ષણિક સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડીયમ સ્કુલ દ્વારા વાલી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં સ્વસ્તિક સ્પોર્ટ્સ એકેડમીના ચેરમેન રામચંદભાઈ માતમડા અને સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ, મુંબઈના પૂર્વ પ્રમુખ વી.એસ. અંબાણીના હસ્તે આ વાલી સ્પોર્ટ્સ ડેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ, નવીનભાઈ ભૂટકા, રોહિતભાઈ ભુટકા, મંડળના પદાધિકારીઓ સહિત વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ રમતોત્સવમાં વાલીઓએ વિવિધ રમતોમાં ઉત્સવપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન સ્વસ્તિક ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના આચાર્યા હેતલબેન રાવલ અને સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.