પાલનપુરમાં હાથ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશન કેમ્પનું આયોજન

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં ફરી એકવાર આત્મનિર્ભર ભારત તરફ ઉદ્યોગ સાહસિક બનાવવા એક કદમ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી આ એકઝીબિશન ચાલવાનું છે. વડોદરા દેવ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત અને મહિલાઓ હાથ બનાવટની વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરીને આત્મ નિર્ભર બને તે પગલાં હેતુસર પાલનપુર ડેરી રોડ પર આવેલ જહાનારા બાગની સામે મમતા મંદિર સ્કૂલની પાસે ત્રણ દિવસીય એકઝીબિશન એટલે કે પ્રદર્શન સહ વેચાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


આ ત્રણ દિવસીય કેમ્પમાં મહિલાઓ પોતે બનાવેલી વસ્તુઓ વેચાણ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે આ કેમ્પમાં જોડાય છે અને પોતે આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા પૂરી પાડી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.