ડીસા નગર પાલિકાની સાધારણ સભા યોજાઈ : સદસ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકાની સાધારણ સભા યોજાઇ હતી.વર્તમાન સમયમાં લોકસભાની ચૂંટણીને લઈ આચાર સંહિતા અમલી બનેલી છે તેવામાં ડીસા નગરપાલિકાના સભાખંડમાં સાધારણ સભા યોજાઇ હતી. આ સાધારણ સભામાં પાલિકાના સદસ્યોની ગેર હાજરી ઉડીને આંખે વળગેલી નજરે પડી હતી. સભાની શરૂઆતમાં ગત સભાના કાર્યોને બહાલી આપવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં આ સભાની કામગીરીને આટોપી લેવામાં આવી હતી. સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ડીસા નગરપાલિકાની સાધારણ સભા આચાર સંહિતા દરમ્યાન યોજવામાં આવતા પાલિકા પ્રમુખે જણાવ્યુ હતું કે સાધારણ સભા માટે અગાઉથી અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવીને યોજવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.