પાલનપુરની ડમ્પિંગ સાઇટ હટાવવાની માંગણી સાથે વિપક્ષનું વિરોધ પ્રદર્શન

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં માલણ દરવાજા પાસે આવેલી ડમ્પિંગ સાઇટ ગંદકીનું ધામ બની છે. જાહેર આરોગ્ય માટે ખતરારૂપ ડમ્પિંગ સાઇટ હટાવવાની માંગ સાથે વિપક્ષે સ્થાનિકો સાથે ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ભાજપ શાસિત
પાલનપુર નગરપાલિકા ના રાજમાં પાલનપુર શહેરના માલણ દરવાજા પાસે આવેલી ડમ્પિંગ સાઈડ ગંદકીથી ખદબદી રહી છે. અહીં રોડ
પર ખુદ પાલિકા જ ગંદકી ફેલાવી રહી છે. અહીં ઠલવાતી ગંદકીને લઈને રોડ પરથી ચાલવું પણ દુષ્કર બન્યું છે. ડમ્પિંગ સાઈડને કારણે
આસપાસની ૨૦ સોસાયટીઓના રહીશોનું આરોગ્ય જાેખમાઇ રહ્યું છે. જ્યારે આસપાસના ૨૦થી વધુ ગામને જાેડતો માર્ગ પણ અવરોધાઈ
રહ્યો છે. ત્યારે આજે વિપક્ષ કોગ્રેસે સ્થાનિકો સાથે મળી ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં એક મહિનામાં ડમ્પિંગ સાઇટ નહિ
હટાવવામાં આવે તો ભગતસિંહનો માર્ગ અપનાવવાની ચીમકી વિપક્ષી નેતા અંકિતાબેન ઠાકોરે ઉચ્ચારી હતી.

ડમ્પિંગ સાઈડ દૂર કરવા પાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરીને સ્થાનિકો કંટાળી ગયા છે. પણ પાલિકા ના બહેરા કાને અથડાઈને ફરિયાદો પરત ફરતા પરિણામ મળ્યું નથી. ત્યારે સ્થાનિકોએ એક માસમાં ડમ્પિંગ સાઈડ હટાવી રસ્તો ખુલ્લો નહિ કરાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.વિપક્ષ દ્વારા ડમ્પિંગ સાઇટ હટાવવાની માંગ સાથે પાલિકા પ્રમુખ સહિત આરોગ્ય મંત્રીના પૂતળાનું દહન કરી વિરોધ જતાવ્યો હતો..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.