ઢેલાણા ગામમાં રહેણાંક મકાનમાંથી અફીણ ઝડપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના રહેણાંક મકાનમાંથી એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે રેડ કરી રૂ.૩૭,૦૦૦નું અફીણ ઝડપી લઇ એક શખ્સ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર એસ.ઓ.જી પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે પાલનપુર તાલુકા ના ઢેલાણા ગામે રહેતા હેદુજી ચેલાજી રાજપુતના ઘરે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ પડેલ છે. જેથી પાલનપુર ઇન્ચાર્જ સર્કલ પી.આઈ આર.કે.સોલંકી, એસ.ઓ.જી ઇન્ચાર્જ પી.આઈ એમ.કે.ઝાલા સહીત એસ.ઓ.જી પોલીસ સ્ટાફ દ્વારા ઢેલાણા ગામે હેદુજી રાજપુતના ઘરે ઓચિંતી રેડ કરવામાં આવી હતી. ઘરની તલાસી લેતા ઘરમાંથી ૩૭૩.૩૯ ગ્રામ માદક પદાર્થ અફીણ મળી આવ્યુ હતુ.જેથી પોલીસએ રૂ.૩૭,૩૩૯ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હેદુજી રાજપુત સામે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રોગતીમાન
કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.