ડીસાના કુચાવાડા પાસે કાર અને રિક્ષા સામસામે ટકરાતાં એક શખ્સનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના કુચાવાડા રોડ પર આજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર અને રિક્ષા સામ-સામે ટકરાયા હતા.જેથી રિક્ષામાં બેઠેલા એક યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.વધુ એક ગોઝારા અકસ્માતમાં યુવક કાળનો કોળિયો બનતા ગમગીની છવાઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત જાેવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.જિલ્લાના ડીસા તાલુકા પાસે આવેલા કુચાવાડા નજીક વહેલી સવારે કાર અને રિક્ષા સામસામે ટકરાતા રિક્ષામાં બેઠેલા દેવજીભાઈ પરમારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.