ડીસા બનાસનદી માંથી ફરી એક વાર લાખોની ખનીજ ચોરી થતી ઝડપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસ નદીમાં ગાંધીનગર ફ્લાઇગ સ્કોર્ડ એ ખાનગી વાહન માં રેડ કરતાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો

ભૂસ્તર વિભાગ દ્વારા પાંચ ડમ્પર, બે હિટાચી મશીન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી: ડીસા નજીક બનાસ નદીમાં ખનીજ ચોરી થતી હોવાની અનેકવાર રજૂઆતો થવા પામી છે ત્યારે ગતરોજ  ડીસા પાસેથી પસાર થતી બનાસનદી માં  ગાંધીનગર ની ફ્લાઇગ સ્કોર્ડ ની ટીમે ખનીજ ચોરી કરતા ભુમાફીયાઓ ને ઝડપી પાડતા ભૂમાફિયા માં ફફડાટ ફેલાઈ ગયો છે.

બનાસનદીમાં ગેરકાયદેસર રેતી નું ગેરકાયદેસર ખનન થતું હોવાનુ  બનાસકાંઠા ભુસ્તર કચેરી અને ગાંધીનગર ખાતે ભૂસ્તર વિભાગમાં અનેક ફરિયાદો મળતી હતી જેને લઈને ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમ ડીસા બનાસ નદી માં પુલ નજીક આખોલ પાસે રેડ કરતા  પાંચ ડમ્પર જેમાં ત્રણ ખાલી ડમ્પર અને બે સાદી રેતી ભરેલા ડમ્પર અને સહીત બે હિટાચી મશીન મળી લાખો નો મુદ્દામાલ કબ્જે કરી  જિલ્લા ભૂસ્તર કચેરીની ટીમને બોલાવી ગેરકાયદેસર ચાલતી ખનન પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસ નદી માંથી ભૂસ્તર વિભાગને ખનન ચોરી પકડવામાં સફળતા મળી: બનાસ નદી ની રેત ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થઈ રહી છે ત્યારે રેતીનું ખનન કરતા ભૂ માફિયાઓ પણ તંત્ર ને આંખ માં ધૂળ નાખી ખનીજ ચોરી કરવાના પ્રયાસો કરતા હોય છે જેથી ખનીજ ચોરી થતી હોવાની અવારનવાર ફરિયાદોના કારણે રાતદિવસ ભુસ્તર વિભાગની ટીમ ચેકિંગ હાથ ધરતા ખનીજ ચોરી પકડવામાં સફળ રહ્યા છે જેમાં ડીસા નજીકથી બનાસ નદીમાં ગાંધીનગર ફ્લાઇગ સ્કોર્ડ એ ખાનગી વાહન માં રેડ કરતાં ખનીજ ચોરીનો મોટો પર્દાફાશ થયો.

બનાસ નદી માં રેત માફિયા નિરંકુશ: બનાસ નદીમાં લિઝધારકોએ નદીના પટમાં આડેધડ જેસીબી વડે ઊંડી જીવલેણ કોતરો બનાવી દીધી છે. જે કોતર માં ગત ચોમાસામાં બનાસ નદી સજીવન થતા અનેક લોકોનો ભોગ લીધો હતો. લિઝ ધારકો રેત ખનન કરી કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે. વહીવટી તંત્ર નિયમિત ચેકિંગ હાથ ધરે તો અનેક ગાડીઓ બિનદાયદેસર રેતી ભરાઈ જતી હાથ લાગી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.