થરાદ-મીઠા હાઇવે પર ટ્રકની ટક્કરે કારેરોડની સાઇડમાં ગુલાંટો ખાધી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ મીઠા હાઇવે પર મંગળવારની વહેલી પરોઢે એક ટ્રક ચાલકે આગળ જઇ રહેલી કારને ટક્કર મારતાં તે રોડની સાઇડમાં ત્રણચાર ગુલાંટ ખાઇ ગઇ હતી. જેમાં બેઠેલી વ્યક્તિઓને રોડ પર વોકીંગ કરવા આવેલા નાગરિકોએ બહાર નિકાળવામાં મદદ કરી હતી.

થરાદ મીઠા હાઇવે પર સીએનજી ગેસપંપની બરાબર સામેના ભાગમાંથી પસાર થઇ રહેલી એક સ્વીફ્ટકારને પાછળથી પુરઝડપે આવેલા આઇવાટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. આથી કાર રોડની સાઇડમાં ત્રણચાર ગુલાંટ મારી ગઇ હતી. જો કે બાવળોની ઝાડીમાં ફંગોળાયેલી કારમાં ચાર વ્યક્તિઓ બેઠેલ હતી. જેમને ઘટના વખતે રોડ પર વોકિગ કરવા નિકળેલા વ્યક્તિઓએ મદદ કરીને બચાવવામાં મદદ કરી હતી. જો કે કારનો ખુરદો બોલાવતી ગમખ્વાર ઘટના છતાં પણ સામાન્ય ઇજાઓને બાદ કરતાં તમામનો ચમત્કારીક બચાવ થતાં સૌએ ભગવાનનો પણ પાડ માન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.