ભીલડીના ઇન્દિરા નગર બ્રિજ પર કચ્છ તરફ થી આવી રહેલ ટ્રેલર આઇસર ને બચાવવા જતા ડીવાઈડર પર ચડી ગયું.

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલ ઇન્દિરા નગર બ્રિજ પર રાત્રિના સુમારે કચ્છ તરફથી પી.એલ.બી ની સીટો ભરીને આવી રહેલ ટ્રેલર ની સામે આવી રહેલ આઇસર ને બચાવવા જતા ડિવાઈડર પર ટેલર ચડી ગયું હતું અને સીટો રોડ પર વેરવિખેર થઈ હતી આગળ ના ભાગ ને ટેલર ને ભારે નુકશાન થયું હતું તેમજ બે કિલોમીટર સુધી ટ્રાફિક ચકાજામ જોવા મળ્યું હતું અને ઈમરજન્સી વાહનો સેવાઓ ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટ્રીફિક જામ નો નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલેખનીય છે કે કેટલાય સમયથી ઇન્દિરા નગર બ્રિજ પર બ્રિજ નીચેની પ્લેટો ખસી જવાના કારણે ગાબડું પડેલ છે. તેને છ મહિના વિતવા છતાં કામ મં થરા ગતિએ ચાલતું હોવાથી અને બ્રિજ ના ઉતરતા ઢાળમાં જ ડાયવર્ઝન આપવાના કારણે વારંવાર કેટલાય અકસ્માતો સર્જાઈ રહ્યા છે .અગાઉ એક પોલીસ કર્મી નું મોત પણ નીપજ્યું હતું. ત્યારે યુદ્ધના ધોરણે કામ પૂરું કરવામાં આવે તેવી વાહન ચાલકો અને લોકોની માંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.