અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસે નામ જાહેર કરતા જ ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્રો ભર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતમાં એકમાત્ર વાવ બેઠક માટે યોજાઇ રહેલી પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે પણ કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટીકીટ આપીને વાજતે ગાજતે ઉમેદવારી ભરી છે તો ભાજપે છેલ્લે ઘડી સુધી તેના પત્તા ખોલ્યા ન હતા અને બપોરે સ્વરૂપજી ઠાકોરને ટીકીટ આપી છે.

ભાજપ-કોંગ્રેસે નામ જાહેર કરતા જ ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

વાવની બેઠક પર 2022ની જેમ જંગ રસપ્રદ થશે તે નિશ્ચિત છે. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરનું નામ ચર્ચાતું હતું. બનાસકાંઠામાં જોકે  ભાજપે આ રીતે ચૌધરીને બદલે ઠાકોર ઉમેદવારને ઉભા રાખીને ગેનીબેનના ગઢમાં ગાબડુ પાડવા કોશીશ કરી છે.

વાવ વિધાનસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસે બપોરે 2 વાગ્યા સુધીમાં 16 ઉમેદવારો પત્રો ભરાયા છે. આજે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ 28 તારીખે ફોર્મની ચકાસણી થશે. ત્યારબાદ 30 ઓક્ટોબર સુધીમાં ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારબાદ 13 નવેમ્બરે મતદાન અને 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.