થરાદ-ડીસા રોડ પર ખોરડા પાસે ઇકો ગાડીનેનીલગાય અથડાતાં અકસ્માત સર્જાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ થરાદ-ડીસા રોડ પર ફુલ સ્પીડે દોડતી ઈકો ગાડીની વચ્ચે અચાનક નીલગાય આવી જતાં અકસ્માત સર્જાયો હતો.પેસેન્જરો ભરીને થરાદથી ડીસા તરફ જતી ઇકો ગાડીની સામે રોડ પર અચાનક નીલગાય આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ગાડીનો આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. પેસેન્જરને નાની સરખી પણ ઇજા થઇ ન હતી. જ્યારે ગાડી ચાલકને સામાન્ય ઇજાઓ થઇ હતી. થરાદ-ડીસા રોડ પર નીલગાય તેમજ અન્ય વન્ય જીવોની ખૂબ અવર-જવર રહે છે. જેથી આ રસ્તા પર કાળજીથી ગાડી ચલાવવી જોઇએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.