ડીસામાં પાટણ હાઇવે પર: દિવસભર ગાડીઓ પસાર થતાં વારંવાર ફાટક બંધ થતા હેરાનગતિ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં પાટણ હાઇવે પર ફાટક પર બ્રિજના ભાવે ટ્રાફિકની કાયમી સમસ્યા, રોંગ સાઈડમાં વાહનો સામસામે ભરાઈ જતા એક કલાક સુધી ટ્રાફિકજામ  દિવસભર ગાડીઓ પસાર થતાં વારંવાર ફાટક બંધ થતા હેરાનગતિ: ડીસા પાટણ હાઇવે પર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને દરરોજની ટ્રાફિક સમસ્યા નિવારવા લંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે. આજે ફાટક બંધ થતા રોંગ સાઈડમાં પણ સામસામે વાહનો ભરાઈ જતા એક કલાક સુધી ટ્રાફિકજામ રહ્યો હતો.

ડીસા પાટણ હાઈવે પર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. અહીં દિવસભર હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી જાય છે. જેમાં બંને તરફ રોંગ સાઈડ એ પણ ઉતાવળીયા વાહન ચાલકો ઘૂસી જાય છે. જ્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે. આજે પણ ફાટક બંધ થતાં બંને તરફ લાંબી લાઈનો લાગી જતા અનેક વાહનચાલકો રોંગ સાઈડમાં ઘૂસ્યા હતા. જેના કારણે ફાટક ખુલ્યા બાદ પણ વાહનો નીકળી ન શકતા એક કલાકથી વધુ ટ્રાફિકજામ રહ્યો હતો .

દિવસમાં અનેક વખત આ ટ્રાફિકની સમસ્યા સર્જાતા અહીંથી પસાર થતાં હજારો વાહન ચાલકોની સાથે સાથે રોજના અંદાજિત 5000 જેટલા રત્ન કલાકારો અને શાળાઓ કોલેજો ચાલુ હોય ત્યારે 5000 થી વધુ વિધાર્થીઓ પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અને ફાટક બંધ હોવાના કારણે સમયસર શાળાએ કે ધંધાના સ્થળે નથી પહોંચી શકતા કે સાંજે છુટ્યા બાદ ઘરે પણ સમયસર નથી પહોંચી શકતા.

આ ફાટક પર લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગણી આ વિસ્તારના તમામ ગ્રામજનો કરી રહ્યા છે. અગાઉ સરકારે મંજૂરી આપી હવાની વાતો પણ થઈ હતી પરંતુ હજુ સુધી રેલ્વે ઓવરબ્રિજ ની કોઈ કાર્યવાહી ન થતા હજારો લોકો ઉનાળાની કાળજાળ ગરમી હોય કે વરસાદમા આ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઘણી વખત અકસ્માત કે મહિલાઓને ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાના કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે અને સારવાર માટે જતા લોકોને વધારે તકલીફ ભોગવી પડે છે.

આ અંગે રત્નકલાકાર એસોસિએશનના આગેવાન રામાભાઈ પ્રજાપતિ અને રામભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ માર્ગ પરથી રોજના પાંચ હજાર જેટલા રત્ન કલાકારો અવરજવર કરે છે પરંતુ દિવસમાં અનેક વખત આ રેલવે ફાટક બંધ થયા બાદ જે ટ્રાફિક જામ થઈ જાય છે.તેના કારણે રત્નકલાકારો તેમના ધંધાના સ્થળે પહોંચી શકતા નથી અને સાંજે છૂટ્યા બાદ બાદ ઘરે પણ સમયસર પહોંચતા નથી જેના કારણે તેમના ધંધા રોજગાર ઉપર માઠી અસર પડે છે. ત્યારે  ડીસાના ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સરકારી અધિકારીઓ આ ફાટક પર ઓવરબ્રિજ બનાવી લોકોની મુશ્કેલીઓ દૂર કરે તેવી અમે અગાઉ આવેદનપત્ર આપીને વિનંતી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.