મોટીપાવડ પ્રા.શાળાના શિક્ષક સાથે રૂ.1.68 લાખની ઓનલાઇન છેતરપિંડી

બનાસકાંઠા
બનાસકાંઠા

શિક્ષકે તુરંત 1930 પર કોલ કરતા પાલનપુર સાયબર ટીમે બેંકમાં રકમ ફ્રિજ કરવા માટેની પ્રોસેસ હાથ ધરી

થરાદ તાલુકાની મોટીપાવડ પ્રાથમિક શાળાના શિક્ષકને અજાણી યુવતીએ ફોન પર મીઠી મીઠી વાતોમાં ભોળવીને રૂ.1.68 લાખ સેરવી લીધા હોવાનો બનાવ બન્યો છે. યુવતીએ ક્રેડિટ કાર્ડની મુદત એક્સપાયર્ડ થઈ છે તેમ કહી એપ ઇન્સ્ટોલ કરાવી રૂ.1.68 લાખ નું સાયબર ફ્રોડ આચર્યું હતું. પાલનપુર સાયબર પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

થરાદની મોટી પાવડની પ્રાથમિક શાળામાં શિક્ષક પદે નોકરી કરતા 47 વર્ષના નાગજીભાઈ રવજી ભાઈ ચૌધરી પાસે AU Small Finance Bank નું ક્રેડીટકાર્ડ ધરાવે છે. દરમિયાન 23 એપ્રિલે મોનિકાબેન નામની કોઇક મહિલા એ નાગજીભાઈને કોલ કરીને ક્રેડીટકાર્ડની મુદત એક્સપાયર્ડ થતી હોઇ એક્ટિવ કરાવી દો એમ કહીને કોલ ચાલુ રાખીને વોટ્સ એપમાં AUBank.Apk નામની એક એપ ફાઇલ મોકલી ચાલુ ફોનમાં જ તે એપ ઇન્સ્ટોલ કરાવી અને જે ઓપન કર્યા બાદ ક્રેડીટ કાર્ડનો 16 અંકનો નંબર તથા એક્સપાયર્ડ તારીખ લખીને સબમીટ કરતાં મોબાઇલમાં OTP તથા ટ્રાન્ઝેક્શનના SMS આવવાના શરૂ થઇ ગયા હતા અને જુદા જુદા ત્રણ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂ.1,68,836 કપાઈ ગયા હતા.

જે બાદ શિક્ષક નાગજી ભાઈએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 ઉપર કોલ કરીને મારા ક્રેડીટ કાર્ડમાંથી ગયેલ રકમના SMS ના સ્ક્રીનશોટ સાયબર ટીમને વોટ્સએપ દ્વારા મોકલી આપી હતી. જે બાદ પોલીસે ટ્રાન્જેક્શનના આધારે રકમ ફ્રિજ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. અને સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધી દીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.