ઉત્તર પ્રદેશ સરકારે બનાવેલા ડેરી પ્લાન્ટ બનાસ ડેરીને ચલાવવાની ઓફર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ખેડૂતોની આવક ડબલ કરવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કરવાનું કામ બનાસ ડેરી થકી માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ થઈ રહ્યું છે. બનાસકાંઠાના પશુપાલકોને ભાવફેર રૂપે ૧૦૦૦ કરોડ રૂપિયા ચૂકવીને બનાસડેરીએ ઇતિહાસ સર્જ્‌યો છે ત્યારે ઉત્તરપ્રદેશના પશુપાલકો પણ એનાથી વંચિત રહ્યા નથી. ઉત્તર પ્રદેશના પશુપાલકોને પણ ૩૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચુકવીને ત્યાંના ખેડૂતોને પણ આર્થિક પગભર કરવામાં બનાસ ડેરી યોગદાન આપી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ વેબીનારના માધ્યમથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિતના સમગ્ર નિયામક મંડળને તેમજ ય્ઝ્રસ્સ્હ્લ ના એમ.ડી. આર. એસ.સોઢી અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓના પશુપાલકો સાથે સંવાદ સાધ્યો હતો. વેબીનારનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા ય્ઝ્રસ્સ્હ્લના એમ.ડી. સોઢીએ જણાવ્યું કે ૩૬ લાખ કિસાનો સાથે જોડાયેલી અમૂલ ભારતની સૌથી મોટી ફૂડ કંપની છે અને બનાસ ડેરી તેની સૌથી મોટી સદસ્ય છે. જેનો દૂધનો હિસ્સો ૨૮% જેટલો છે. તેમણે જણાવ્યું કે ૨૦૧૭માં બનાસ ડેરીએ ૫૦૦ કરોડના ખર્ચે લખનૌ અને કાનપુરમાં બે ડેરીપ્લાન્ટ ઉભા કર્યા હતા. જેનું ઉદ્‌ઘાટન રાજ્યના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી દ્વારા કરવામાં આવેલું. તેમણે ઉમેર્યું કે આજે સેન્ટ્રલ યુ.પી.માંથી ૫ લાખ લીટર દૂધ તેમજ પશ્ચિમ યુ.પી.માંથી ૧ લાખ લીટર દૂધ બનાસડેરી સંપાદન કરી રહી છે અને રાજ્યના કિસાનોને ૮૦૦ કરોડ રૂપિયા ચૂકવી રહી છે. આવનારા સમયમાં ૨૦ લાખ લિટર પ્રતિદિન દૂધની ખરીદી થશે અને ૧.૫ લાખ જેટલા વધારાના કિસાન પરિવારોને રોજગારી આપવાનું કામ બનાસ ડેરી થકી થનાર છે. વારાણસી અને પશ્ચિમ યુ.પી.માં બનાસ ડેરી દ્વારા બે પ્લાન્ટ ઊભા થનાર હોવાનું પણ તેમણે વિગતો આપી હતી. વર્ષ દરમિયાન જે પશુપાલકોએ બનાસ ડેરીમાં દૂધ ભરાવ્યું છે તેમને ભાવફેરના ૩૦ કરોડ રૂપિયા ચૂકવવાનો આજનો કાર્યક્રમ હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.