જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ આરોગ્ય દિવસની કરાઈ ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજાઈ રહ્યાં છે. વિકાસ સપ્તાહ અંતર્ગત બનાસકાંઠા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ હતી.
આ ઉજવણી અંતર્ગત જિલ્લાની આંગણવાડી કાર્યકરો દ્વારા ટી.એચ.આર.માંથી બનાવેલ વાનગીનું નિદર્શન કરાયું હતું. આ સાથે લોકોને ટી.એચ.આરનું મહત્વ, બાળક, સગર્ભા, ધાત્રી માતાના આરોગ્યની જાળવણી અને સ્તનપાન વિશે સમજૂતી અપાઈ હતી. લોકોને મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના, દુધ સંજીવની યોજના, આંગણવાડી કેન્દ્ર ખાતેથી મળતી સુવિધા અને લાભ વિશે માહિતી અપાઈ હતી.