અંબાજીની આર્ટસ કોલેજ દ્વારા લોક જાગૃતિ ફેલાવવા NSSશિબિરનું આયોજન

બનાસકાંઠા
બનાસકાંઠા

આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. સાથે હાલમાં રવીપાકની સીઝન પણ ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આ અંગે મતદાન જાગૃતિ સાથે પ્રાકૃતિક ખેતીવાડી સહિત રાષ્ટ્રીય કાર્યક્રમ બની ચૂકેલા સ્વછતા અભિયાન અંગે આદિવાસી વિસ્તારમાં લોક જાગૃતિ લાવવા માટે અંબાજીની આર્ટસ કોલેજ દ્વારા સંચાલિત એન.એસ.એસ. ટીમ દ્વારા આજે આદિવાસી વિસ્તાર કેસરપુરા ગામે સાત દિવસીય જાગૃતિ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું છે. કેસરપુરાના પૂર્વ આસિસ્ટન્ટ કમિશનર સેલટેસ વિભાગના બાબુભાઇ ગમાર તેમજ આર્ટસ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એન.એસ. પટેલ, ડૉ.હસમુખભાઈ પટેલ, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ એ દીપ પ્રગટાવી કેમ્પ ખુલ્યો મુક્યો હતો.


આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને વ્યસન મુક્તિ, નિરક્ષતા તેમજ આદિવાસી વિસ્તારના કુરિવાજો અંગે તેમની જ ભાષામાં તેમને જાગૃત કરવા એન.એસ.એસ.ના 50 ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા આ સબળ કામગીરી કરવામાં આવશે. એટલું જ નહિ ગામમાં સાત દિવસ દરમિયાન રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરીને મનોરંજન પૂરું પાડવામાં આવશે. આજે દાંતા તાલુકામાં કેસરપુરા ખાતે ખુલ્લા મુકાયેલા આ કેમ્પમાં કેસરપુરાના સરપંચ, આર્ટસ કોમર્સ કોલેજના પ્રોફેસરો, સ્થાનિક શાળાના આચાર્ય સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.