ધાનેરાના સોતવાડા આંગણવાડી કેન્દ્રની મહિલા કાર્યકરને નોટિસ : સફાઈ, પાણી અને પંખાની સુવિધા માટે કરી હતી રજૂઆત
ધાનેરા તાલુકાના સોતવાડા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર બેમાં સુવિધાના અભાવને લઈ ગત સોમવારના રોજ મીડિયામાં અહેવાલ રજૂ થયો હતો.જેને લઈ આજે ઇન્ચાર્જ મુખ્ય સેવિકા મહિલા અધિકારીએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ફરજ પરના મહિલા કાર્યકર કંકુબેન ઠાકોરને નોટિસ આપી ત્રણ દિવસમા ખુલાસો કરવાનો આદેશ કરાયો છે.
સોતવાડા ગામ ખાતે આવેલ કરાંધણી ગામ તરફ જતા માર્ગ પર આંગણવાડી કેન્દ્રનું મકાન આવેલું છે. જે આંગણવાડી કેન્દ્ર પર આવતા બાળકો પરા વિસ્તારમાંથી આવે છે. જોકે ગ્રામજનોની રજૂઆતના પગલે આગણવાડી કેન્દ્ર પર સફાઈ,પાણી અને પંખાની સુવિધા બાબતે કાર્યકરે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જેને લઇ આજે મુખ્ય સેવિકાએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ તપાસ કરી હતી. અને કાર્યકર મહિલાને નોટિસ આપવામાં આવી છે.નોટિસમા જણાવાયુ છે કે પાણી કનેક્શન અને બંધ પંખા બાબતે તમે મુખ્ય ઓફિસે જાણ કેમ નથી કરી ? જે મામલે દિવસ ત્રણમા ખુલાસો કરી આપવો. જો કે તપાસ કરતા મુખ્ય સેવિકાએ સમસ્યાના નિકાલ બાબતે હાલ પૂરતા કોઈ પગલાં લીધા નથી.જેથી લોકોમાં રોષ છવાયો છે.
Tags Banaskantha Dhanera Palanpur