અંબાજીમાં ગેરકાયદે દબાણો હટાવવા ગ્રામ પંચાયતની નોટીસ: દબાણદારો સ્વેચ્છાએ દબાણ દૂર કરવા લાગ્યા
યાત્રાધામ અંબાજીમાં દિવસે દિવસે થતા દબાણને લઇ યાત્રિકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે હાલમાં ગ્રામ પંચાયત દ્વારા દબાણદારો સામે લાલ આંખ કરવામાં આવી છે. અંબાજીમાં જે પણ દુકાનદારો, લારી-ગલ્લાઓ સહિતના જે દબાણ કરી બેઠા છે. તેમને હવે ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવા માટે નોટિસ ફટકારવામાં આવી રહી છે.
ગ્રામ પંચાયત દ્વારા દબાણદારોને નોટિસો અપાતાં મોટા પ્રમાણમાં હાલમાં દબાણદારોએ સ્વૈચ્છિક રીતે ગેરકાયદેસર રીતે કરેલા દબાણ હટાવી રહ્યા છે. હાલમાં અંબાજીના રોડ રસ્તાઓ પર દબાણ દૂર થતાં રોડ રસ્તાઓ સાફ સુથરા અને ખુલ્લા નજરે પડી રહ્યા છે. અંબાજીમાં હાલ પણ અમુક ગેરકાયદેસર દબાણ યથાવત છે. તેમને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ચેતવણી આપવામાં આવી છે. અંબાજીમાં ગેર કાયદેસર દબાણ સામે હવે ગ્રામ પંચાયત એક્શન મોડમાં આવી છે. જે પણ લોકોએ ગેરકાયદેસર દબાણ કરી બેઠા છે. તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામ પંચાયત આગામી દિવસોમાં પગલાં ભરશે.
Tags Ambaji Banaskantha Deesa Palanpur