વાવ પાણી પુરવઠા કચેરીમાં નવના મહેકમ સામે એક પણ કર્મચારી નહીં
વાવની પાણી પુરવઠા કચેરી વર્ષોથી થરાદ ખાતે કાર્યરત હતી. પરંતુ વારંવાર લોકમાંગ અને ઉચ્ચકક્ષાએ રજુઆતો થતા વાવ ખાતે લાખો રૂપિયાના ખર્ચે નવીન કચેરી બનાવી અને વાવ ખાતે કાર્યરત કરવામાં આવી. જાે કે બી.એ.ડીપી સરહદી પ્રોજેક્ટ હેઠળ સરહદી વાવ પંથકમાં વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવા માં આવે છે. હાલમાં પણ વાવ ખાતે રૂા.૪.પ કરોડ ના ખર્ચે રૂરબન યોજનાનું કામ ચાલુ રહ્યું છે. જેમાં વાવ ખાતે ૧૪૦૦ થી વધૂ જલ સે નલ યોજના હેઠળ નળ કનેકશનો તેમજ સંપ અને ટાંકાનુુ અને પાઈપ લાઈનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ કરોડોના વિકાસ ના કામો રામભરોસે ચાલી રહ્યાં છે. અતી મહત્વની ગણાતી મદદનીશ ઈજનેર અને અધીક મદદનીશ ઈજનેરની બંને જગ્યાઓ ઈન્ચાર્જના હવાલે ચાલી રહી છે. સતાવાર સૂત્રો પાસેથી જાણવા મળતી માહીતી અનુસાર વાવ પા.પૂરવઠા કચેરીના મહેકમના ૯ ના સ્ટાફ સામે હાલની તારીખમાં ૦ શૂન્યનો સ્ટાફ છે. માત્ર મદદનીશ ઈજનેર અને અધીક મદદનીશ ઈજનેર બંને ઈન્ચાર્જ છે.
અતિ મહત્વની ગણાતી વાવ પા.પુરવઠા કચેરી ખાતે નું મહેકમ ૯ નું છે. જેમાં ટેકનીકલ સ્ટાફ ૪ છે. જેમાં મદદનીશ ઈજનેર ૧, અધીક મદદનીશ ઈજનેર ર, ડી.ઈ. ની જગ્યા ૧ મળી ચારે જગ્યા ખાલી છે. જેમાં મદદનીશ ઈજનેર, અ.મ.ઈ બે જગ્યા ઈન્ચાર્જ ને હવાલે છે. કેરીકલ સ્ટાફ માં પ ની જગ્યા માં ૧ સિનીયર કલાર્ક, ર જુનીયર કલાર્ક, ર પટાવાળા પાંચે જગ્યા ખાલી છે. સત્વરે લોકમાંગને ધ્યાન માં લઈ વાવ પા.પુરવઠા કચેરીનો મહેકમ પૂરતો સ્ટાફ ભરવામાં આવે તેવી લોકમાંગ છે.