ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) ડીસા, બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી પણ બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈ હળવા થી મધ્યમ ક્યાંક ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ જાેવાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં અષાઢ માસમાં સતત વરસેલા વરસાદે શ્રાવણ માસમાં પણ એકાદ બે દિવસ બાદ કરતાં સતત વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે અત્યાર સુધી જિલ્લામાં ૬૮.૨૪ ટકા જેટ-લો વરસાદ થઈ ચૂક્યો છે જેમાં સૌથી વધુ સુઈગામ તાલુકામાં અને સૌથી ઓછો ધાનેરા તાલુકોમાં નોંધાયો છે ત્યારે હજુ આગામી દિવસોમાં પણ વરસાદી સિસ્ટમને લઈ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ જાેવાઈ રહે છે સતત હળવા થી મધ્યમ વરસાદના કારણે ખેતીના પાકોમાં એકંદરે ખરીફ સીઝનનું વાવેતર પણ મોટી અસર જાેવા મળી રહે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં તેની અસર વધુ જાેવા મળશે
આ અંગે ડીસા હવામાન વિભાગના અધિકારી કે.ડી. રબારીએ કહ્યું હતું કે બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેની વધુ અસર જાેવા મળે તેવી શક્યતાઓ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બે દિવસ સુધી સામાન્ય થી મધ્યમ વરસાદ આના કારણે થઈ શકે છે.

વરસાદી માહોલ વચ્ચે ઉઘાડ ન નીકળતા ખરીફ સીઝનના પાકો પર મોટી અસર

છેલ્લા સતત દોઢ મહિનાથી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. જેના કારણે ખેતીના પાકોમાં ઉઘાડ ન નીકળતા વાવેતર કરેલ ખરીફ સીઝન માં ખેતરો નિંદામણથી ભેળાઈ ચૂક્યા છે અને હજું જિલ્લાના ૪૦ ટકાથી વધુ ખેડૂતો ખરીફ સીઝનનું વાવેતર પણ કરી શક્યા નથી જેથી આ વર્ષની ખરીફ સીઝન ૫૦ ટકા થઇ ગઇ છે.

વરસાદની સીઝન અડધી પૂર્ણ થવા આવી હોવા છતાં તળાવો અને ડેમો ખાલી ખમ

બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ ની ચિંતાજનક સ્થિતિ વચ્ચે આ વર્ષે પણ વરસાદી સીઝન અડધી પૂર્ણ થવા આવી હોવા છતાં જીવાદોરી સમાન ડેમો અને ગ્રામ્ય વિસ્તારના તળાવો પણ ખાલી જાેવા મળી રહ્યા છે. જેથી આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તો પણ નવાઈ નહી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.