એક પણ ગામની જમીન પાણી વગર બંજર નહીં રહે :પ્રવીણ માળી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી દ્વારા સમર્થકો સાથે ગામડે ગામડે બેઠકો યોજાઈ રહી છે ત્યારે ગામડાઓમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીને ખુબ જ જન પ્રતિસાદ મળી રહ્યો છે ગામે ગામ ઉમેદવાર પ્રવીણ માળીનું ફૂલોથી સ્વાગત થઈ રહ્યું છે.તેથી કેસરીયો માહોલ સર્જાયો છે. સ્વચ્છ અને પ્રમાણિક છબી ધરાવતા ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીને ટિકિટ ફાળવી ભાજપે અડધી બાજી જીતી લીધી છે. ત્યારે તેમના સમર્થનમાં પ્રચાર અભિયાન વેગવંતું બની ગયું છે.તેમણે ડીસાના ગામોને પાણીદાર બનાવવાની અને એક પણ ગામની જમીન પાણી વગર બંજર ન રહે તે માટે કામ કરવાની ખાત્રી આપી હતી. ત્યારે ગામોમાં પણ પાણીની મુખ્ય સમસ્યા હલ થવાની મતદારોને આશા બંધાઈ છે.તેથી મતદારોનો ઝોક ભાજપ તરફી જોવા મળતા ગામડાઓમાં પણ કેસરીયો માહોલ છવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.